ઊંજાઃ ઉમિયા માતાજીના મંદિરે રવિવારે કારોબારી સભ્યોની મિટિંગ મળી હતી. જેમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. મિટિગમાં ૧૫૦થી વધારે કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. દર વર્ષે જનરલ મિટિંગ પછી દસ-પંદર દિવસે કારોબોરીની મિટિંગ થાય છે. ચાલુ વર્ષે ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે પટેલ મણિભાઈ ઈશ્વરલાલ, ઉપપ્રમુખ તરીકે પ્રહલાદભાઈ અંબારામભાઈ પટેલ, બીજા ઉપપ્રમુખ તરીકે ગટોરભાઈ કાનજીભાઈ પટેલ અને મંત્રી તરીકે દિલીપભાઈ મણિલાલ પટેલની સર્વાનુમતે વરણી કરાઈ હતી.