ઊંઝાઃ જીરું ઊંઝા માર્કેટ યાર્ડમાં ૯ એપ્રિલે પ્રતિ ૨૦ કિલોના રૂ. ૩૬૦૦-૪૧૦૦ રેકોર્ડ ભાવે જીરું વેચાયું હતું. અખબારી અહેવાલોમાં જીરુંના ઓછા પાકને લીધે આ વર્ષે ભાવ રૂ. ૨૦૦ પ્રતિકિલોને પાર થાય તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. જીરુનાં આ ભાવે છેલ્લા ૧૦૦ વર્ષનો રેકર્ડ તોડ્યો હતો.
ઊંજામાં ૫૦,૦૦૦ ગુણીની આવકો ગુજરાતના અને રાજસ્થાનના મથકોથી થતી હતી. આવક સરેરાશ વધુ આવતા ભાવમાં રૂ. ૨૦થી પ્રતિ ૨૦ કિલો ઘટ્યા પણ થોડીવારમાં મક્કમ વેચવાલીએ રૂ. ૪૦-૫૦ ભાવ વધી ગયા હતા. ગુરુવારે ભાવ અગાઉના રૂ. ૩૭૦૦-૩૯૦૦ની આગલી ઊંચી સપાટીને કુદાવી ગયા હતા.