અમદાવાદઃ દિલ્હીના વેપારી પાસેથી એન્ટિક વસ્તુઓ ખરીદવા માટે કલોલના યુવકે રાજસ્થાનના મિત્રની સાથે મળીને દિલ્હીની હોટેલમાં રૂ. ૧.૪૪ કરોડની ૨ હજારની નકલી નોટો તૈયાર કરતાં તે પકડાઈ જતાં પોલીસે કાર્યવાહી કરી છે.
રેલવે અધિકારીએ જણાવ્યું કે, દિલ્હીના પ્લેટફોર્મ નંબર પાંચ પર વિકાસ શર્મા (કલોલ-રહે, અજમેર, રાજસ્થાન) પાસેથી રૂ. ૧.૪૪ કરોડની બનાવટી ચલણી નોટો પકડાઈ હતી. પૂછપરછમાં તણે જણાવ્યું કે, દિલ્હીમાં રાજસ્થાનના મિત્રે દિલ્હીના વેપારી પાસેથી એન્ટિક વસ્તુઓની ખરીદી માટે ખોટી નોટો બનાવવામાં મદદ કરી હતી. એ પછી પોલીસે વિકાસનો મિત્ર હંસરાજ ભોલારામ લોહાર (રહે. જોધપુર, રાજસ્થાન) દિલ્હીથી ફ્લાઇટમાં અમદાવાદ આવ્યો હતો તેને એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો.