મહેસાણા: ઐતિહાસિક નગરી વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા છેલ્લા ચારેક વર્ષથી ઉત્ખનની કામગીરી ચાલી રહી છે. જેમાં જુદા જુદા સ્થળોએ ખોદકામ દરમિયાન બૌધ્ધ અવશેષો તેમજ સિક્કા, વિવિધ પ્રકારના અવશેષો મળી આવેલા છે. આ તમામ અવશેષો ઐતિહાસિક વારસો જાળવી રાખવા માટે વડનગર ખાતે વર્લ્ડ કલાસ મ્યુઝિયમ બનાવાઇ રહ્યું છે. જેની સાંસ્કૃતિક મંત્રાલયના કેન્દ્રીય સેક્રેટરી રાઘવેન્દ્રસિંહે મુલાકાત લઇ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તાજેતરમાં અહીં ઉત્ખનન દરમિયાન ચાંદીના સિક્કાઓ ભરેલો ઘડો મળ્યો હતો. જ્યારે ચાર માસ દરમિયાન ૧૩૦૦ ચાંદીના સિકકા મળ્યા હતા. આ ઐતિહાસિક પૌરાણિક નગરીમાં હજારો સાલ પુરાણો ઇતિહાસ ધરબાયેલો છે. વડનગરની ઔતિહાસિક યાદો ઉજાગર કરવા પુરાતત્ત્વ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પુરાતત્ત્વ વિભાગ દ્વારા ઉત્ખનન કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ૨૦૧૬થી સને ૨૦૨૧ દરમિયાન બૌધ્ધ સ્તુપ તેમજ જૂના સિક્કા, વિવિધ પ્રકારના નગરોની બાંધણી જેવા અવશેષો અવારનવાર મળી આવ્યા છે. જ્યારે છેલ્લા ચારેક માસ દરમિયાન ૧૩૦૦ જેટલા ચાંદીના તથા એક સોનાનો સિક્કો પણ મળી આવ્યો છે. જે સિક્કા બે હજાર વર્ષ જૂના હોવાનું જાણવા મળેલ છે. સાંસ્કૃતિક મંત્રાલયના સેક્રેટરી રાઘવેન્દ્ર સિંહે મુલાકાત કરી હતી. જેમાં વડનગરના દરબાર વિસ્તારમાં આવેલી ૧૦૦ વર્ષ જૂની ઐતિહાસિક પ્રાથમિક શાળાના રીનોવેશનની કામગીરી નિહાળી હતી. તેમજ અમરઘોળ દરવાજામાં હેરીટેજમાં મ્યુઝિયમ બનાવવા માટે ખોદકામ ઉત્ખનની કામગીરી ચાલી રહી છે. જેનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.