કરાચી હુમલામાં સિદ્ધપુર પંથકના લોકોની ઓળખ થઇ

Friday 15th May 2015 07:52 EDT
 

મહેસાણાઃ મૂળ સિદ્ધપુર પંથકના અને ભારત-પાકિસ્તાનના ભાગલા પછી કરાચીમાં સ્થાયી થયેલા આગાખાની ઈસ્માઈલી શિયા જમાત સંપ્રદાયના ૪૭ લોકોના તહરીક એ તાલિબાની આતંકવાદીઓએ કરેલા હુમલામાં મોત થયા હતા. જે પૈકી ૩૧ વ્યક્તિઓની ઓળખ થઈ છે.જે ગામના આ મૃતકો હતા ત્યાં આગાખાની સાંપ્રદાયમાં શોકની લાગણી પ્રસરી છે. કરાચીના આતંકી હુમલામાં મૂળ સિદ્ધપુર તાલુકાના મેથાણના-૧૭, દેથળીના-૬, પુનાસણના-૪, માનપુરાના-૩, દિયોદરડાના-૧ તેમ જ તાલુકાના આજુબાજુના ઉમરૂ, મેળોજ, વરસીલા, મેત્રાણા સહિતના ગામોમાં વતની હતા. આઝાદી કાળથી પાકિસ્તાનનું નાગરિકત્વ ધરાવતા હતા. આ ઘટનાથી સિદ્ધપુર તાલુકાના ગામોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

આ ઘટના બનતા સિદ્ધપુર તાલુકાના ગામોમાંથી મોટા પ્રમાણમાં કરાચી સુધી પોતાની ત્રણ પેઢી જૂના લોહીના સંબંધો ધરાવતા સ્નેહીઓની ખબર અંતરો પૂછવામાં આ સમાજના લોકો વ્યસ્ત બન્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter