કલોલઃ પૂર્વ કલોલ વિસ્તારમાં આવેલા દીવડા તલાવડી પાસેની શ્રીજી સોસાયટી પાસેથી પહેલી સપ્ટેમ્બરે નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકોનાં ટોળા એકત્ર થઈ ગયાં હતાં. મૃત બાળકને કૂતરાઓએ ફાડી નાખ્યું હતું. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા શહેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃત બાળકની લાશનો કબજો મેળવી તેને પી.એમ. અર્થે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. તેમજ બાળકને અહી કોણ નાંખી ગયું તે દિશામાં તપાસ હાથ ધરી છે.