કલોલઃ હાઈવે પર ચોથી એપ્રિલે રાત્રે બે મુસ્લિમ યુવકો પર હુમલો કરીને અંદાજે બાર લોકોના ટોળાએ માર મારી યુવકનું બાઈક સળગાવ્યું હતું. આ ઘટનાના પ્રત્યાઘાતો કોમી દંગલમાં પરિણમ્યા હતા. બપોરે મુસ્લિમોના ટોળાએ પણ હાઈવેને બાન લઈ પથ્થરમારો કરી તોડફોડ મચાવતા પોલીસ કાફલો દોડી આવ્યા હતો. ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે અશ્રુવાયનુ સેલ છોડ્યા હતા. એ પછી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.