મોડાસા: મોડાસા-હિંમતનગર રાજ્યધોરી માર્ગ પર મુલોજ (ડેરા ડુંગરી) પરિવારના સદસ્યો પ્રાંતિજ સલાલ ગામે માતાજીના દર્શન કરી ઈકો કારમાં પરત ફરતા હતા ત્યારે રસુલપુર-મહાદેવપુરા નજીક કારને દૂધના ટેન્કરે ટક્કર મારતાં કારમાં સવાર કાકા ભત્રીજા સહિત નાનજીભાઈ ભુરાભાઇ પટેલીયા, દિલીપભાઈ ડાહ્યાભાઈ પટેલીયા અને મનુભાઈ હેમાભાઇ પટેલીયાના ઘટના સ્થળે મૃત્યુ થયાં હતાં.