પાટણઃ કોરોના સંકટ વચ્ચે સિદ્વપુર ખાતે તર્પણ માટે ભારતભરમાંથી લોકો આવી રહ્યા હોઇ કોરોનાનું સંક્રમણ વધે નહીં માટે જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંગ ગુલાટીએ ૨૬ નવેમ્બરથી સિદ્વપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકવાનો આદેશ કર્યા છે.
સિદ્વપુરમાં તર્પણ વિધિ માટે માધુપાવડિયા ઘાટ પર ભીડ એકત્ર થતાં કોરોનાનો ભય વધ્યો હતો. જેમાં પરિણામે સિદ્વપુર તાલુકામાં ફરી કેસો વધતા જોવા મળી રહ્યા છે. સિદ્વપુર શહેરમાં પ્રથમવાર એક જ સોસાયટીમાં ૯ સહિત ૨૫ કેસ, સુજાણપુર ગામમાં ૪ અને ૩ ગામોમાં એક એક મળી તાલુકામાં ૩૨ કેસ વિસ્ફોટ થયો હતો. માધુપાવડિયા ઘાટ પર પૂનમ પર ભીડ વધવાની શક્યતાને ધ્યાને લઇ તંત્ર દ્વારા પ્રવેશ માર્ગ પર ચેકપોસ્ટ બનાવી મોટા વાહનોને પ્રવેશ બંધ કરી દીધો હતો. આ ઉપરાંત ઘાટ પર આવતાં લોકોના ટેસ્ટિંગ અને સોશિયલ ડિસ્ટન્સની જાળવણી માટે પોલીસ તંત્ર ખડેપગે જોવા મળ્યું હતું. જોકે આમ છતાં શહેરમાં મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધાતા ઘાટ પર તર્પણ વિધિ પર જ પ્રતિબંધ મૂકી દેવાયો છે.