હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં કોરોના કહેર વધી રહ્યો છે તેવામાં કેટલાક ગામો દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવી રહ્યા છે. હિંમતનગર તાલુકાના ૨૩૦૦ની વસ્તી ધરાવતા કાંણિયાલ ગામમાં પણ કોરોનાના કેસ વધી જતાં જાગૃત ગ્રામજનો દ્વારા સ્વયંભૂ સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. જેનો અમલ ગયા શુક્રવારથી શરૂ કરી દેવાયો છે. સમગ્ર દિવસ દરમિયાન સવારે અને સાંજે બે કલાકની છૂટ આપવામાં આવી છે, જેથી કોઈ ગ્રામજન જરૂરી ચીજવસ્તુ, દવા કે દૂધ સરળતાથી લઈ શકે છે. ૭ દિવસનું સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય ગ્રામજનોએ સર્વાનુમતે કર્યો હતો.