ખેડબ્રહ્મા: યાત્રાધામ ખેડબ્રહ્મામાં બિરાજમાન અંબાકા માતાજીના મંદિરના ગર્ભગૃહના દરવાજાને ચાંદીથી મઢવામાં આવ્યા છે. તાજેતરમાં પૂનમના દિવસે આ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ગર્ભ ગૃહના ચાંદીથી મઢેલા દરવાજા અર્પણ કરાયા હતા. ગર્ભગૃહમાં આવેલ લાકડાના દરવાજાને અંદાજીત ૧૦ લાખ રૂપિયાના ખર્ચે ૧૫ કિલો ચાંદીથી મઢવામાં આવ્યા છે. જેના પર નકશીકામ કરાયું છે. આ પ્રસંગે મંદિરને ફૂલ, લાઇટ અને ફૂગ્ગાઓથી શણગારાયું હતું. એક વર્ષના લાંબા ગાળા બાદ મંદિરમાં પ્રસાદ વિતરણ શરૂ કરાયું છે. ભોજનશાળાના ભાવેશભાઈના જણાવ્યા અનુસાર લોકડાઉન બાદ પ્રથમવાર ૧૫૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.