અંબાજીઃ ખેડબ્રહ્માના મા અંબિકા દર શનિવારે ચંડીકાના સ્વરૂપે મંદિરમાં હોય છે અને એક પણ વાહન પર સવાર હોતા નથી બાકી સોમવારે નંદીની સવારી પર પાર્વતી સ્વરૂપે, મંગળવારે સિંહની સવારી ઉપર મહાકાલી સ્વરૂપે, બુધવારે મોરની સવારી ઉપર સરસ્વતી સ્વરૂપે, ગુરુવારે હાથીની સવારી પર મહાલક્ષ્મી સ્વરૂપે, શુક્રવારે ગરુડની સવારી ઉપર વૈશ્ણવી સ્વરૂપે અને રવિવારે વાઘની સવારી ઉપર દુર્ગા સ્વરૂપે માના ભક્તોને દર્શન થાય છે.
દર પૂનમે માતાજી કમળની સવારી ઉપર મહાલક્ષ્મી સ્વરૂપે દર્શન આપે છે. તાજેતરમાં માતાજીના સાતેય વાહનોને ૧૮ કિલો ચાંદી અને બે કિલો સોનામાં તૈયાર કરવાનો નિર્ણય ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.