મોડાસાઃ અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ નીચા બજારભાવને લીધે પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે રાજ્ય સરકારને આ સિઝનમાં ચણાનું વેચાણ કર્યું હતું, પણ ખેડૂતોને લાંબા સમયથી તેનું ચૂકવણું નાફેડ દ્વારા થયું નથી. મૂડી ન મળતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે. નાફેડ તત્કાળ ચૂકવણું ન કરે તો ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે. ખેડૂતોએ જણાવ્યું છે કે ૧૮ એપ્રિલથી અરવલ્લી જિલ્લામાં ચણાની ખરીદી ચાલુ થઈ અને ૨૧ જૂન સુધી ખરીદી થઈ છે. અત્યાર સુધીમાં ૨૨,૭૩૭ ક્વિન્ટલ ચણા નાફેડે લીધા છે એ પ્રમાણે ખેડૂતોના રૂ. ૯.૬૫ કરોડ લેવાના થાય છે.
ખરીદી બંધ થઈ ગઈ હોવા છતાં સરકારે એક રૂપિયો પણ આપ્યો નથી. સરકાર ત્વરિત ચૂકવણું કરતી હોવાના વાયદા કરે છે, પણ પૈસા ન મળતા ખેડૂતો છેતરાયા છે.