અંબાજીઃ ગબ્બર પર ૧૪મી એપ્રિલે જગતજનની જગદંબાના દર્શને આવેલા ચંદપુરવા જિલ્લાના હમીરપુર ગામના પારસ ઓમપ્રકાશ નામના યુવકે તીક્ષ્ણ છરીથી પોતાનું ગળું કાપીને પોતાનો બલિ આપવાની કોશિશ કરી હતી. આ બાબતની જાણ ગબ્બરના દુકાનદારોને થતાં જ તેને અટકાવાયો અને તુરંત જ ૧૦૮ને મેડિકલ ઇમરજન્સી સેવાને જાણ કરાતાં એમ્બ્યુલન્સ પહોંચી હતી. યુવકને અંબાજીની કોટેજ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. યુવકે હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, માતાજીને મારું ગળું કાપીને બલિ આપવા જ હું આવ્યો હતો. આ ઉપરાંત તેણે કહ્યું કે, મને જીવનમાં કોઈ જ પ્રકારની આર્થિક, સામાજિક કે માનસિક તકલીફ નથી. જોકે અંબાજી પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.