ડીસાઃ વર્ષ ૨૦૦૨માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ લગાડી ૫૬ જેટલા કારસેવકોના મોત નીપજતાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાયેલા બંધના એલાનને પગલે બનાસકાંઠાના થરા શહેરમાં ટોળા દ્વારા ચોક્કસ કોમના લોકોની દુકાનો બંધ કરાવી, દુકાનોને આગચંપી કરી, તોડફોડ કરી તેમજ લૂંટફાટ કરી હતી. આ કેસની ચાર્જશીટ થતાં કેસ તાજેતરમાં ડીસાની ચોથી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ એમ. એમ. પરમારે બન્ને પક્ષોની દલીલો સાંભળીને તમામ ૬૧ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. આરોપીઓ તરફથી એડવોકેટ બી. એ. પુજારાએ દલીલો કરી હતી.