પાલનપુર: વાવ તાલુકાના દેથળી ગામની બે સગી બહેન સહિત ચાર બહેનપણીઓએ સોમવારે બપોરે નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મૃતકમાંથી એક મીનાક્ષીએ અંતિમ પગલા પહેલાં સુસાઇડ નોટ લખી હતી. તે હૃદયના વાલની બીમારીથી પીડાતી હતી. તેની બહેનપણી શિલ્પાને પતિ ગમતો નહોતો. આત્મહત્યા સમયે દેથળીની જ અન્ય બે બહેનપણીઓ હકી અને જમના પણ આવી ચઢી હતી અને ચારેયે ઝંપલાવ્યું હતું.
સોમવારે બપોરે ચારે સખીઓએ નર્મદાની મુખ્ય દેવપુરા નર્મદા કેનાલ પર જઈ સુસાઇડ નોટ લખી કેનાલમાં છલાંગ લગાવી હતી.
જમના અને શિલ્પા બન્ને સગી બહેનો હતી. ચારેયમાં માત્ર હકી કુંવારી હતી. મીનાક્ષીએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારે વાલની બીમારી છે એટલે જીવવું નથી. શિલ્પાને સાસરે જવું નથી કારણ કે પતિ ગમતો નથી. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, જમના અને હકીને પણ જીવવું નથી.