ડીસા, પાલનપુરઃ ડીસા શહેરના જીવદયાપ્રેમી અને રાજપુર ડીસા પાંજરાપોળના સંચાલક જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારી મિત્રો સાથે રાજસ્થાનના જહાજપુર જૈન મંદિરે ૨૬મીએ દર્શન કરવા જતા હતા. તેઓ જાલોર નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે શ્વાનને બચાવવા જતાં પજેરો ગાડી પલટી ખાઇ ગઇ હતી.
આ અકસ્માતમાં ભરતભાઇ કોઠારી સહિત તેમના મિત્રો વિમલ જૈન અને રાકેશ જરીવાલાનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ ઘટનામાં બે જણાને ઇજા થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.