ઝેરી સાપની તસ્કરીઃ ૧૦૦ ગ્રામ ઝેરના રૂ. ૧૦ લાખ

Wednesday 09th January 2019 06:30 EST
 

હિંમતનગર: હિંમતનગરમાંથી ઝેરી સાપની તસ્કરીના કૌભાંડનો તાજેતરમાં પર્દાફાશ થયો છે. પોલીસે હિંમતનગરના મોતીપુરામાંથી ઝેરી સાપની તસ્કરી કરનારા માણસોની કારમાં તપાસ કરતા થેલીમાં ભરેલા ૩ ઝેરી સાપ મળી આવ્યા હતા. પોલીસે આ બે માણસોની અટકાયત કરી છે.
આખાયે મામલાના તાર નશાના કારોબાર સાથે જોડાયેલા હોવાનું વન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.
ઝેરી સાપની તસ્કરી કરતા પરેશ મોહનભાઈ પુરોહિતે પૂછપરછમાં જણાવ્યું કે આ ઝેરનો ઉપયોગ નશો કરવા થાય છે. પ્રારંભિક તપાસમાં વનવિભાગને જાણવા મળ્યું છે કે ઇન્જેકશન નીડલને નશો કરવા માટે તાજા ઝેરમાં સામાન્ય અડાડીને તેનો ડોઝ લેવામાં આવે છે.
ઝેરી સાપની કિંમત રૂ. ૭થી ૧૦ હજાર
પરેશ સાપ એકઠા કરીને અન્ય રાજ્યમાં મોકલતો હતો અને સ્થાનિક સ્તરે એક ઝેરી સાપના રૂ. સાતથી દસ હજાર ચૂકવતો હોવાનું જણાવ્યું હતું. તેનું નેટવર્ક રાજસ્થાન સહિતના રાજ્યોમાં પણ હોવાનું માનીને વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરી છે, તદઉપરાંત રેકેટના માસ્ટર માઇન્ડને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવા પણ તજવીજ હાથ ધરી છે.
૧૦૦ ગ્રામ ઝેર રૂ. ૧૦ લાખમાં
વન વિભાગની પૂછપરછમાં પરેશે કબુલાત કરી હતી કે નાશાના બજારમાં ૧૦૦ ગ્રામ ઝેરના રૂ. ૧૦ લાખ ઊપજે છે અને રૂ. ૧૦ લાખની ૨૦
ટકા રકમ તેને મળવાની નક્કી થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter