ભીલોડાઃ તાલુકાના ટોરડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ પર સાકાર થયેલા મંદિરે દર વર્ષે ખેતી પાકનો વરતારો જોવા પરંપરાગત રીતે અષાઢી તોલાય છે. ભગવાનની આગળ સોનીના કાંટે ધાન્ય તોલાય છે અને તેમાં જે સંકેત મળે તેના પરથી વરસાદ અને વર્ષફળ નક્કી કરાય છે. જેના આધારે આસપાસના ખેડૂતો વરસાદનું વર્ષફળ જોઈ ખેતી કરે છે. આ વર્ષના તારણ અનુસાર, આ વર્ષે વરસાદ પાછોતરો અને સારો રહેશે. તો પશુ-પક્ષીઓ તેમજ મનુષ્યોમાં રોગચાળો ફેલાવાની શક્યતાઓ રહેલી છે.
ટોરડા સ્વામિનારાયણ મંદિરના સ્વામી કૃષ્ણપ્રસાદ મહારાજે જણાવ્યું હતું કે અષાઢી તોલમાં અષાઢ મહિનાની પૂર્ણિમાની મધ્યરાત્રે અલગ અલગ અનાજ - કઠોળને તોલી 5 ગ્રામ વજનના કણ લેવાય છે. આ અનાજ - કઠોળને ભગવાનના વસ્ત્રમાં વીંટી એક માટીના ઘડા સાથે એક સાડી વડે બાંધીને લટકાવાય છે અને અનાજ - કઠોળ ભરેલા ઘડાને અષાઢ વદ એકમની સવારે હરિભક્તો-ખેડૂતોની હાજરીમાં ખોલાય છે.
સોનીના કાંટે વજન થાય
તમામ અનાજ - કઠોળ ભરેલા માટીના ઘડાને કણને ફરીથી તોલાય છે અને જે અનાજ-કઠોળના વજનમાં ઘટાડો દેખાય તે પાક ઓછો થાય અને જેના વજનમાં વધારો થાય તેનો પાક વધુ થાય એવી વર્ષોની માન્યતા છે. આ વર્ષે અષાઢી તોલમાં મકાઇ - મગ - અડદ- ઘઉં - કપાસ વગેરેનું વજન વધ્યું હોવાથી તેનો પાક સારો થવાનો વર્તારો રજૂ થયો છે. જ્યારે ડાંગર - બાજરી - ચણામાં વજન બરાબર રહ્યું હોવાથી તેનો પાક મધ્યમ ઉતરવાનો અંદાજ