ડીસાઃ ઉત્તર ગુજરાતના ડીસામાં સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં રોડ શો યોજ્યા બાદ જંગી સભા યોજાઈ હતી. જેમાં અમિત શાહે કોંગ્રેસ પર પાકિસ્તાન સાથે ‘ઇલુ ઇલુ’ કરવાનો ટોણો માર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નેહરુ પરિવારે ૫૫ વર્ષ સુધી દેશ પર રાજ્ય કર્યું જેમાં ગરીબી તો નથી હટી, પરંતુ તેમણે ગરીબો હટાવવાનું કામ કર્યું. સભામાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કે. સી. પટેલ, હરિભાઈ ચૌધરી તેમજ લોકસભા ઉમેદવાર પરબતભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.