ડીસાઃ ગુજરાત સરકાર દ્વારા ‘ગતિશીલ ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત દરેક શહેર તથા ગામને પોતાની ઓળખની પ્રતિકૃતિ બનાવી શહેરના પ્રવેશદ્વારે મૂકવા માટે જણાવાયું હતું. તે અંતર્ગત ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા ૨૩ જૂને બટાકા નગરી ડીસાની ઓળખ માટે બટાકાની પ્રતિકૃતિ (સ્કલ્પચર)નું કલેક્ટર દિલીપ રાણાના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
ગતિશીલ ગુજરાત અંતર્ગત દરેક તાલુકાની ઓળખ સ્થાપના માટેના પ્રયત્નો સરકાર દ્વારા હાથ ધરાયા છે.
ડીસાએ ગુજરાતની ‘બટાકા નગરી’ છે તેવું પ્રસ્થાપિત કરવા માટે ડીસા-પાલનપુરસ્થિત હાઈવે માર્કેટયાર્ડ પાસેના ત્રણ રસ્તા પર બે હાથમાં બટાકું ગ્રહણ કરેલ હોય તેવી પ્રતિકૃતિવાળા સર્કલનું રૂ. ૧૦ લાખના ખર્ચે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના સહકારથી નિર્માણ કરવામાં આવેલ છે.