પાલનપુર: ડોક્ટર હાઉસ બિલ્ડિંગ પરથી યુવક મોતની છલાંગ લગાવવા જતા લોકોએ બિલ્ડિંગ પર ચડીને તેને સમજાવ્યો પણ તે કોઈનું માન્યો ન હતો અને જમ્પ માર્યો હતો. જો કે, પોલીસ આવે એ પહેલા લોકોએ અગમચેતી રાખીને નીચે મોટી જાળી મંગાવી દીધી હતી. યુવક જાળીમાં પડતા તેના હાડકાં ભાંગી ગયા હતા. આ વીડિયો વાયરલ થયો છે. પહેલાથી જ સચેત લોકો અને તંત્ર દ્વારા જાળી બાંધી દીધી હોવાથી તેના પર જમ્પ મારતા તેનો બચાવ થયો હતો.