પાટણ: ચાણસ્મા સરદાર પટેલ શાકભાજી સબયાર્ડમાં સોમવારે શાકભાજીના વેપારીઓના વિરોધ વચ્ચે પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તમાકુના ખરીદ વેચાણનો પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસે જ વેચાણ માટે ખેડૂતોનો ૩૧૬૦ બોરી તમાકુનો જથ્થો આવ્યો હતો. જોકે સબયાર્ડમાં તમાકુના ખરીદી વેચાણ સામે પહેલેથી વેપારીઓનો વિરોધ હોવાથી વિવાદ સર્જાયો હતો. છેવટે કોર્ટના હુકમથી પોલીસ બંદોબસ્ત વચ્ચે સોમવારે સવારે શાકભાજી સબયાર્ડમાં સમિતિના ચેરમેન દશરથ પટેલ અને અન્ય ડિરેક્ટરોની હાજરીમાં તમાકુના ખરીદ-વેચાણનો પ્રારંભ કરાયો હતો.