વડનગરઃ ભક્તકવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં વડનગરના આંગણે વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા બે દિવસીય તાના-રીરી મહોત્સવનો છઠ્ઠી નવેમ્બરે આરંભ થયો. આ મહોત્સવ તબલાવાદન, વાંસળીવાદન અને ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં નવરસની પ્રસ્તુતિ એમ ત્રણ-ત્રણ વિશ્વ રેકોર્ડનો સાક્ષી બન્યો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત તાનારીરી મહોત્સવ અંતર્ગત રાજ્યના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની હાજરીમાં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના ચીફ એડિટર પાવન સોલંકી અને કો-ઓર્ડિનેટર જીતેન્દ્ર ઠક્કર દ્વારા વર્લ્ડ રેકોર્ડ અંગે પ્રમાણપત્ર એનાયત કરાયાં.