જૈન સમાજમાં હવે અઢળક સંપત્તિ ધરાવનાર પરિવાર અને વ્યક્તિગત રીતે ભવ્ય સંસાર છોડીને આકરો સન્યાસ માર્ગ સ્વીકારવાનું પ્રમાણ વધ્યું છે. કાંકરેજ તાલુકાના થરા નગરના સ્વ. ડો. નટવરલાલ અમૃતલાલ કુરીયા (શાહ)ના મોટા પુત્ર ડો. ભરતભાઈ એન. શાહ તથા તેમનાં પત્ની ઊર્મિલાબહેને અઢળક સંપત્તિની મોહમાયા ત્યાગીને જૈન ધર્મના પ્રસાર-પ્રચાર અર્થે જીવન સમર્પિત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. પ.પૂ. આ. દેવ. શ્રીમદ વિજય હેમપ્રભ સૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદથી તપ, વ્રત, આરાધના, જાત્રા થકી અનોખું ભાથું બાંધી પ્રવજ્યા-દીક્ષાનું મુહૂર્ત નક્કી થયું અને ગત ૨૫ ફેબ્રુઆરીથી ૧ માર્ચ સુધીનો પાંચ દિવસીય ઉત્સવ થરામાં પૂ. આચાર્ય ભગવંતો સાધુ-સાધ્વી-સગાંસંબંધી મિત્રવૃંદની ઉપસ્થિતિમાં યોજાયો હતો.