મોડાસાઃ મોડાસાના દધાલિયા ગામ નજીક પ્રતાપસિંહ હિંમતસિંહ બિહોલાના ખુલ્લા ખેતરમાં બાવળની ઝાડીમાં ૫૦ વર્ષીય આધેડ મહિલાનો મૃતદેહ હોવાની માહિતી દધાલિયાના સરપંચ બાનુભાઈ પંડ્યાને થતાં તે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એ પછી તેમણે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસે મહિલાના મૃતદેહનો કબજો લઈ પી.એમ. અર્થે ખસેડી મહિલાની ઓળખ અને મહિલાના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી.