ડીસાઃ વર્ષ ૨૦૦૯માં નિવૃત્ત નાયબ મામલતદાર કીર્તિલાલ ચમનલાલ નાઈ, રવિ પ્રહલાદ નાઈ અને દેવેન્દ્ર પૂનમચંદ મોદી ડીસામાં આવેલા ટોપ ઈન ટાઉન ગેસ્ટ હાઉસમાં દારુ અને જુગારની પાર્ટી કરી રહ્યા હતા ત્યારે પોલીસે રેડીને તેઓને નશાની હાલતમાં પકડ્યા હતા. ૧૬મીએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. પાલિકાના પૂર્વ નાયબ મામલતદાર સહિત ત્રણને ડીસાની એડિશનલ સેશન્સ કોર્ટે એક માસની સાદી કેદની સજા સાથે એક માસ ડીસા સિવિલ હોસ્પિટલમાં સવાર અને સાંજે બે સમયે નિયમિત સાફ - સફાઈ કરવાનો હુકમ કર્યો હતો. ૧૬મીએ સવારે આ ત્રણેય આરોપીઓએ ડીસા સિવિલમાં સફાઈ કરી હતી.