સિદ્વપુરઃ ગુજરાતમાં રવિવારે સવારથી દુકાનો ખોલવાની મંજૂરી મળતાંની સાથે જ રવિવારે સવારે જ સિદ્ધપુરમાં દુકાનો ખૂલી ગઈ હતી. ઝાંપલી પોળના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર શરૂ કર્યાં હતાં અને અનાવશ્યક દુકાનો પણ ખુલી ગઈ હતી. ગ્રાહકો પણ બેફામ રીતે ઉમટી પડ્યાં હતાં. સિદ્ધપુરમાં લોકડાઉન સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાના પાલનનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. જૂના ટાવર પાસે કાપડ અને રેડિમેડ માર્કેટ પણ ખૂલી ગયું હતું. જોકે પોલીસે સવારે ૧૧.૦૦ વાગ્યે જ સરકારે જાહેર કરેલી યાદી મુજબની દુકાનોને જ ખુલ્લી રાખવા સૂચના આપી હતી. એ પછી સોમવારે લોકડાઉનના નિયમ પ્રમાણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા માટેની દુકાનોને ખોલવા માટે સૂચના અપાઈ હતી.