મહેસાણાઃ દૂધસાર ડેરી બાદ વિપુલ ચૌધરીની મહેસાણાની દૂધ સાગર ડેરીના ટ્રસ્ટ ‘દૂધ સગાર રિસર્ચ ડેવલપમેન્ટ એસોસિએશન’ (દૂરડા)ના ચેમેનપદેથી પણ હકાલપટ્ટી થઈ છે. ગેરકાયદે હોદ્દો ધરાવતા હોવાનું ઠેરવીને હોદ્દેથી દૂર કરાયા છે. દૂધસાગર ડેરીના છ બોર્ડ ડિરેક્ટર્સ અને નવ દૂધ ઉત્પાદકોના બનેલા દૂરડા બોર્ડના ચેરમેનનો વિવાદ એક વર્ષથી વધુ સમયથી ચેરિટી કમિશ્નરમાં ચાલતો હતો. ડેરીના ચેરમેન પદેથી સસ્પેન્ડ કરાયા બાદ વિપુલ ચૌધરીએ કાયદાની જોગવાઈ મુજબ સરકારની પૂર્વમંજૂરી લીધા વિના જ દૂરડાના પેટા નિયમમાં સુધારો કરાવી પોતે ચેરમેન બની ગયા હતા. તેમના ચેરમેનપદને પડકારતી અરજી ચેરિટી કમિશનરમાં કરાઈ હતી.