મહેસાણાઃ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને રાજ્ય રજિસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી છે. નોટિસમાં ખોટી રીતે સભાસદ બન્યા હોવાનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. અગાઉ પણ વિપુલ ચૌધરી એક કૌભાંડને લઈને ચર્ચામાં રહ્યા હતા. રાજ્યના કો-ઓપરેટિવ રજિસ્ટ્રાર નલિન ઉપાધ્યાયને નોટિસ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના સહકારી વિભાગે નોટિસ જારી કરી છે. સહકારી વિભાગનાં સૂત્રોએ જણાવ્યું કે, વિપુલ ચૌધરીની સાથે તેની પત્ની અને માતાને પણ રજિસ્ટ્રારે નોટિસ ફટકારી છે. નોટિસમાં વિપુલ ચૌધરી ખોટી રીતે સભાસદ બન્યા હોવાનો ઉલ્લેખ છે.