અંબાજી: શક્તિપીઠ અંબાજીમાં આ નવરાત્રી દરમિયાન રૂ. ૨.૫૦ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં હતાં જ્યારે અંબાજી ટ્રસ્ટને રૂ. ૧.૩૪ કરોડની આવક-ભેટ સ્વરૂપે મળી હોવાના અહેવાલ છે. યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીની ઉલ્લાસ-ભક્તિભર્યા માહોલમાં ઉજવણી થઈ હતી. કોરોના પગલે સરકાર દ્વારા જારી કરાયેલી ગાઈડલાઈન્સ પ્રમાણે ભક્તો માટે દર્શનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. દરમિયાન વ્યસનમુક્તિ અભિયાનમાં ૧૦૪૩ યાત્રિકોએ વ્યસનમુક્ત થવા માતાજીના ચરણોમાં સંકલ્પ લીધો હતો. સોશિયલ મીડિયા મારફતે વિશ્વના ૧૪ દેશોમાં વસતા ૨૯.૫૦ લાખથી વધુ ભક્તોએ માતાજીના ઓનલાઈન દર્શન કર્યાં હતાં.