સલાબતપુરાઃ બનાસકાંઠાના સલાબતપુરાના રેશમવાડમાં પિતાએ ૮ મહિનાની દીકરીને મારી નાંખી હોવાના સમાચાર છે. દીકરીના રડવાથી પિતાની ઊંઘ બગડતી હોવાથી દીકરીને પિતાએ મારી નાંખી હોવાનું જાણવા મળ્યું છે. ઉવેશ હસન શેખ ઘરે જ ધોબીનું કામ કરે છે. તેની પત્ની અમરીને ૮ મહિના પહેલાં જ દીકરીને જન્મ આપ્યો હતો. સોમવારે સવારે નવેક વાગ્યે ઉવેશ સૂતો હતો ત્યારે અચાનક ૮ મહિનાની દીકરી આયન ઉર્ફે આયત રડવા લાગી હતી.
દીકરીના રડવાના અવાજથી ઉવેશ ગુસ્સે ભરાઈ ગયો હતો અને આવેશમાં આવી દીકરીને મુક્કા અને ધક્કા મારવાના શરૂ કર્યાં હતાં. અંતે દીકરીનું મોત થયું હતું. દીકરીની માતાએ જણાવ્યું હતું કે, પહેલેથી જ ઉવેશને આયત પસંદ નહોતી. તે અવારનવાર આયત પર ગુસ્સો ઉતારતો હતો. પોલીસે આ કેસમાં ઉવેશ સામે કાર્યવાહી હાથ ધરી છે.