પત્નીની યાદમાં પતિએ ‘સ્મરણાંજલિ’ની રચના કરી

Thursday 11th June 2015 07:10 EDT
 

થરાદઃ સ્વ.પત્ની પ્રત્યે અનહદ લાગણી ધરાવતા વાવના ઢીમા ગામના યુવાને તેની યાદ અને વિરહમાં ભજનાવલીની રચના કરીને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી ધરણીધરના ધામમાં સ્વજનોની ઉપસ્થિતિમાં તેનું વિમોચન પણ કર્યું હતું. પત્નીની પ્રથમ પુણ્યતિથિએ ‘સ્મરણાંજલિ’ને શામળીયાના ચરણોમાં અર્પણ કરી હતી.

વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ગામના નિવૃત્ત શિક્ષક અને ધરણીધર ભક્ત વાલજીભાઈ દવેના ધર્મપત્ની કમળાબેનનું ટૂંકી માંદગી બાદ અચાનક અવસાન થયું હતું. પુત્રીના વર્ષો પહેલા લગ્ન કર્યા પછી ભગવાન ધરણીધરના ભજનો દ્વારા ભક્તિમાં મનપરોવવાની સાથે સાથે પત્નીની યાદોને જીવંત રાખી તેમના દેહાંતના વિરહમાં એકલવાયું જીવન વિચાવતા વાલજીભાઈએ ૧૦૮ ભજનોની શ્રી ધરણીધર ભજનમાળા રૂપી ‘સ્મરાંણજલિ’ (પુસ્તક) તૈયાર કર્યું હતું. તેને પોતાની પત્નીની પ્રથમ પૂણ્યતિથિએ તાજેતરમાં ભગવાનને અર્પણ કર્યું હતું. ત્યાર બાદ દેવલોકવાસી મહંતશ્રી પૂનમદાસજીના શિષ્ય શ્રી જાનકીદાસજી મહારાજના હસ્તે પુસ્તકનું બહોળી સંખ્યામાં મહેમાનોની ઉપસ્થિતિમાં વિમોચન કરાવ્યું હતું. એટલું જ નહીં ૧૦૦ જેટલો અમૂલ્ય કિંમતના પુસ્તકોના સેટ છપાવી સ્વજનોને ભેટમાં આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ઘડપણમાં જ પતિને પોતાની પત્નીની સાચી હૂંફની જરૂર પડે છે. ત્યારે ઘડપણ અગાઉ જ પત્નીએ સાથ છોડતાં તેમના વિરહમાં સજળનયને વિરહના દુહા પણ પુસ્તકમાં લખ્યો હતો. પતિના પત્ની પ્રત્યેના પ્રેમના અભિવ્યક્તિ કરતા એક દુહાને વાંચીને ઉપસ્થિત સ્નેહીજનોની આંખો પણ આંસુથી છલકાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter