પાટણ: બિહારની વિદ્યાર્થિનીને નીટની પરીક્ષાના ફોર્મમાં ભૂલથી સ્થળ પસંદ કરવામાં પટનાની જગ્યાએ પાટણ સિલેક્ટ થઈ જતાં ૧૬૦૦ કિમિનું અંતર કાપી પરીક્ષા આપવા આવવું પડ્યું છે. પરીક્ષા સ્થળ પર બે દિવસ પહેલા જ પહોંચી જતા તેમને રહેવા અને જમવા જેવી સવલત માટે ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. બિહારના સહરસા ડીસ્ટ્રીક્ટની છાત્રા ખુશ્બુકુમારી પિતા સાથે પાટણ પહોંચ્યા હતા.