અમદાવાદઃ પાટણના ધારપુર મેડિકલ કોલેજનાં પ્રોફેસર અને અમદાવાદમાં પાલડીના રહેવાસી ડો. રાજેશ મહેતાના ચકચારભર્યા અપહરણને ૨૩મી ઓગસ્ટે ચાર દિવસ થવા છતાં તેમનો પત્તો લાગ્યો નથી. બનાસકાંઠાના એસ. પી. નીરજ બડગુજરનાં જણાવ્યા મુજબ અપહરણકારો અંગે કેટલીક કડી હાથ લાગી છે પરંતુ અપહરણનો હેતુ જાણી શકાયો નથી.
બનાસકાંઠા પોલીસની પાંચ ટીમો, એટીએસ તથા અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમો ડીસા,તેની આસપાસનાં વિસ્તારો અને રાજસ્થાનમાં તપાસ ચલાવી રહી છે. પાલડીમાં રહેતા ડો. રાજેશ પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં મેડિસીન વિભાગમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવતા હતા.