પાલનપુરઃ શહેરના પૂર્વના પોલીસ મથકમાં સાતમી સપ્ટેમ્બરે દારૂ પીધેલા મનુભાઈ પંચાલ (ઉ.વ. ૪૦)ને પોલીસે લોકઅપમાં પૂર્યો હતો. જેને વહેલી સવારે છાતીમાં દુઃખાવો ઉપડતાં પોલીસે તેને બહાર કાઢ્યો અને પાલનપુર સિવિલમાં લઈ ગયા હતા. જોકે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ જામીનલાયક કેસમાં પોલીસે જામીન માટે પૈસા માગ્યા હોવાના આક્ષેપો ઊઠતાં આ મામલો વિવાદિત બન્યો છે.