પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં કોરોના કેસનો આંકડો ૭૫ને પાર થયો છે. પાલનપુરના ગઠામણમાં એકસાથે ૮ કેસ નોંધાતા ગામમાં કુલ ૨૧ કેસ થયા છે. બનાસકાંઠા જિલ્લામાં ૨૯ કેસ નોંધાતા તંત્ર વધુ કડક બન્યું છે. ૨૫૦૦ની વસ્તી ધરાવતા ગઠામણ ગામે પ્રથમ કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કથી ગામના ૧૨ લોકો કોરોનામાં સપડાયા હતા અને તેમના સંક્રમણથી એક જ મહોલ્લાના વધુ આઠ સભ્યોનો કોરોના પોઝિટિવ આવ્યો છે એટલું જ નહીં અગાઉ કેસ આવતા બફર ઝોન જાહેર કરીને ગામને સિલ કરી દેવાયું હતું તેમ છતાં પણ કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થયો છે.