પાલનપુરનો યુવાન મનોજકુમાર મોદી છેલ્લા ૧૪ વર્ષથી રમઝાનમાં રોઝા રાખી ખુદાની ઈબાદત કરે છે. શહેરના ત્રણ બત્તી બહાદુર ગંજ વિસ્તારમાં રહેતો મોદી યુવાન ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબ કો સન્મતિ દે ભગવાન’ની પ્રાર્થના સાથે રામ-રહીમના ગુણ ગાય છે.
• મેનેજર દ્વારા બેંકમાંથી રૂ.૭૦ લાખની ઉચાપતઃ મહેસાણા ડિસ્ટ્રીકટ કો. ઓપરેટિવ બેન્કની કડી તાલુકાની ઘુમાસણ શાખામાં મેનેજર તરીકે નોકરી કરતાં રમેશભાઇ પટેલે પટાવાળાને વિશ્વાસમાં લઈ તેની મદદગારીથી બેન્કમાંથી ૭૦ લાખ રૂપિયાની માતબર રકમ ચાઉ કરી લીધી હતી. જનરલ ઓડિટમાં આ ઉચાપત બહાર આવી હતી. જેથી આ અંગે રિપોર્ટ કરાયો હતો. બેન્કના જનરલ મેનેજરે આ બનાવ અંગે નંદાસણ પોલીસ મથકે મેનેજર સામે બેન્કના પૈસાની ઉચાપત કરવાની ફરિયાદ નોંધાવી છે. જેને પગલે નંદાસન પોલીસે ઘુમાસણ શાખાના મેનેજર રમેશ પટેલની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં તેણે પટાવાળા સાથે મળીને ૭૦ લાખ રૂપિયા ઉપાડયા હોવાનું જણાવ્યું હતું.