ડીસાઃ સામાન્ય રીતે કેટલીક ધાર્મિક માન્યતા મુજબ પરિવારમાં પુત્ર દ્વારા જ વિધિ કરવામાં આવે છે. પરંતુ આધુનિક સમયમાં પુત્રીઓ પણ પુત્ર સમોવડી બનીને આવા કાર્યો પૂર્ણ કરતી હોય છે. હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ પિતાને દીકરો જ અગ્નિસંસ્કાર આપે છે. પરંતુ તે પરંપરા હવે તૂટી રહી છે. હવે કોઇ માતા-પિતાનું અવસાન થાય તો પુત્રની ગેરહાજરીમાં પુત્રીઓ દ્વારા અંતિમ સંસ્કાર કરવાના કિસ્સા વધી રહ્યા છે, જેને સમાજમાંથી આવકાર મળી રહ્યો છે.
ડીસાના બજરંગનગરમાં રહેતા નરેન્દ્રભાઈ કંસારાને સંતાનમાં માત્ર બે દીકરીઓ હોવાથી ગત મંગળવારે તેમનું હૃદયરોગના હુમલામાં મોત અવસાન થયું હતું. તેમની બંને દીકરીઓ ઉર્વશી અને મોનાએ પિતાની નનામીને કાંધ આપવા સાથે સ્મશાનમાં જઈ અગ્નિ સંસ્કાર પણ પોતાના હાથે કર્યા હતા.