મહેસાણાઃ મહેસાણાના અંબાલા ગામની ગોલ્ડ મેડાલિસ્ટ યોગાક્વીન પૂજા પટેલે ફરી એકવાર રાષ્ટ્રીયસ્તરે તેના યોગ કૌશલ્યનો પરિચય કરાવ્યો છે. તાજેતરમાં હરિયાણામાં યોજાયેલી રાષ્ટ્રીય યોગા ચેમ્પિયનશિપમાં પૂજાને મિસ યોગસમ્રાજ્ઞી ઇન ઇન્ડિયાના ખિતાબથી નવાજવામાં આવી હતી. પૂજા પટેલે ૧૫થી ૧૮ વર્ષના વિભાગમાં ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં પૂજાને ગોલ્ડ મેડલની સાથે સ્પર્ધાના અંતે યોગસમ્રાજ્ઞી જાહેર કરાઈ હતી. આ ચેમ્પિયનશિપમાં ૨૨ રાજ્યોમાંથી ૫થી ૮૭ વર્ષની વયના ૬૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.