પાટણઃ રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન પીઢ કોંગ્રેસ અગ્રણી, કેળવણીકાર અને જાણીતા દલિત નેતા દોલતભાઈ ચેલારામ પરમારનું નવમી મેએ ડીસામાં તેમના નિવાસસ્થાને બ્રેઇન સ્ટ્રોકના કારણે નિધન થયું હતું. ગુજરાત વિધાનસભાની ૧૯૭૨થી ૨૦૦૭ સુધી તમામ ચૂંટણીઓમાં ઉભા રહી છ વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓએ વર્ષો સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તેમજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિમાં કારોબારી સભ્ય તરીકે સેવાઓ આપી હતી. તેઓ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટમાં પણ વર્ષો સુધી ચેરમેન હતા.