મહેસાણાઃ અમદાવાદમાં ૨૫ ઓગસ્ટે પાટીદાર અનામત આંદોલનની મહાસભા અને રેલી પછી રાજ્યભરમાં ફાટી નિકળેલા તોફાનોમાં સરકારી મિલકતોની તોડફોડ થઈ હતી. આ દરમિયાન પોલીસે બળપ્રયોગ કર્યો હતો. આ બળ પ્રયોગની સામે ઉઠેલા વિરોધ અંતગર્ત પોલીસ લોકોના રોષનો ભોગ બની હતી. આ અગે મહેસાણાના પોલીસ કર્મચારીઓએ રાજ્ય પોલીસવડાને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓએ ફરજપાલન કામગીરી દરમિયાન પોતાની ઉપર થતા હુમલા વગેરે જેવા બનાવો મામલે કોની સમક્ષ જઈને ફરિયાદ કરવી તેવો પ્રશ્નો ઉઠાવ્યો છે. તોફાની તત્ત્વોનો ભોગ બનેલા શહીદ પોલીસ કર્મચારીઓના પરિવારને આર્થિક સહાય આપવા, પોલીસ પરિવારોને સુરક્ષા આપવા બાબતે પણ મહેસાણાના નીચલા વર્ગના કર્મચારીઓએ રજૂઆત કરી હતી.