પ્રાંતિજઃ નગરપાલિકામાં છેલ્લી બે ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાતાં અને સિનેમા રોડ ગઢિયાર કૂવા વિસ્તારના રહીશ અળખુબહેન રાઠોડે (ઉ.વ. ૫૭) ૧૨મીએ સવારના સમયે ઘેર એકલા હતા ત્યારે સાડા અગિયારેક વાગ્યાના સુમારે શરીરે કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરતાં આજુબાજુમાંથી પાડોશીઓ દોડી આવ્યા હતા. પાડોશીઓએ આગ બુઝાવી સારવાર અર્થે તેમને પ્રાંતિજના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યાં હતાં. જોકે શરીરે વધુ દાઝી જવાથી તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં જ્યાં અળખુબહેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. અળખુબહેનના પતિ સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં ફરજ બજાવે છે.