પ્રાંતિજઃ સાબરકાંઠાનાં પ્રાંતિજના શામળભાઈ પટેલ નાયબ મામલતદાર તરીકે હિંમતનગરમાં ફરજ બજાવે છે. તેમના પુત્ર ડો. નિશાંત ચાઈનામાં મેડિકલ સ્પેશ્યાલિસ્ટના અભ્યાસ સાથે તબીબી પ્રેક્ટિસ પણ કરે છે. નિશાંતને તેની સાથે ભણતી ચાઈનાની જ યુવતી ડો. દાના સાથે પ્રેમ થઈ જતાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંને જણાએ પોતપોતાના પરિવારને આ નિર્ણય જણાવ્યો હતો અને બંને પરિવાર નિશાંતના વતનમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન માટે તૈયાર થયા હતા. નિશાંત - દાનાના લગ્ન નવમીએ પ્રાંતિજમાં રંગેચંગે થયા હતા. જેમાં દાનાના માતાપિતા પણ હાજર રહ્યા હતા.