પ્લાસ્ટિકમુક્ત ભારતનો સંદેશો પાઠવવા શિક્ષકે શાળાના મેદાનમાં બોટલ હાઉસ બનાવ્યું

Wednesday 11th March 2020 06:26 EDT
 
 

વડગામ: વડગામની શ્રી વી. જે. પટેલ હાઇસ્કૂલમાં સુરેન્દ્રસિંહ રેવર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશો ફેલાવવા હાઇસ્કૂલના મેદાનમાં જ સુરેન્દ્ર રેવરે ૨૫,૦૦૦ પ્લાસ્ટિકની બોટલો અને ૫૦ કિલો પ્લાસ્ટિકની થેલીઓથી પ્લાસ્ટિક હાઉસ બનાવ્યું છે. શાળામાં ભણતા વિદ્યાર્થી તેમજ શિક્ષકના ઘરે તેમજ પોતે વિવિધ ગામોમાં ફરી લગભગ આ પ્લાસ્ટિકની બોટલો તેમજ ૫૦ કિલો પ્લાસ્ટિકની થેલીઓ એકઠી કરી છે. ગુજરાતી વિષય ભણાવતા શિક્ષકના આ નવા આઇડિયા અંગે ગ્રામ એન્જસી, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના સ્ટાફે પણ અચરજ સર્જાતા મુલાકાત લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter