પાલનપુરઃ પશુપાલકોની આવડત અને મહેનત લીધે પાલનપુરની બનાસ ડેરીએ દૂર ઉત્પાદન કરવાના વાર્ષિક ટર્ન ઓવરના આંકડાને ગત વર્ષની સરખામણીએ વટાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ૬ ફેબ્રુઆરીએ એક જ દિવસમાં બનાસ ડેરીમાં દૂધની આવક રેકોર્ડ બ્રેક ૪૧.૭૧ લાખ લીટર થઈ હતી અને બનાસ ડેરીએ દૂધ મેળવવામાં સમગ્ર એશિયા ખંડમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ ૨૦૧૩-૧૪માં બનાસ ડેરીનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૪૬૮૬ કરોડનું હતું તે વર્ષ ૨૦૧૪-૧૫માં વધીને વાર્ષિક ટર્નઓવર રૂ. ૫૪૪૨ કરોડ પર પહોંચ્યું છે. ચેરમેનના ચેરમેન પરથીભાઈ ભટોળે જણાવ્યું હતું કે, આ વર્ષે દૂધ ઉત્પાદકોને રૂ. ૫૯૦ કરોડનો ભાવ વધારો ચૂકવાશે. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૪-૧૫માં સરેરાશ ૩૫.૧૨ લાખ કિ.ગ્રા. પ્રમાણે વાર્ષિક ૧૨,૮૧૮ લાખ કિ.ગ્રા. દૂધ મેળવાયું હતું. જે ગત વર્ષની સરખામણીએ ૧૭.૨૧ ટકા વધુ છે.