બેચરાજીઃ મહેસાણા નજીકના યાત્રાધામ બેચરાજીમાં બાલાત્રિપુરા સુંદરી બહુચરમાતાજી માટે એક ભક્ત દ્વારા ખાસ ચાંદીનો ઢોલીયો બનાવવામાં આવ્યો છે. અમદાવાદવાસી ભક્ત અક્ષય અરવિંદભાઇ પટેલે આઠ કિલો ચાંદીમાંથી કલાત્મક ઢોલીયો બનાવ્યો છે, જે અષાઢી બીજે મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યો હતો.
ચુંવાળ પિઠાધિશ્વરી બહુચર માતાજીને રોજ સાંજે આરતી પછી ગાયકવાડ મહારાજા દ્વારા તૈયાર કરાયેલા વિશેષ સ્ટ્રોંગરૂમમાં શયન માટે લઈ જવામાં આવે છે. અત્યાર સુધી લાકડાનો ઢોલીયામાં માતાજીને શયન કરાવાતું હતું. ઉલ્લેખનીય છે કે અક્ષયભાઈ પટેલ દ્વારા ગત અષાઢી બીજના દિવસે ૨૫ કિલો ચાંદીમાંથી નિર્મિત પાલખી માતાજીને ભેટ આપવામાં આવી હતી. જેમાં બેસી દર પૂનમે અને દશેરાના દિવસે માતાજી ભક્તોને દર્શન આપવા નીકળે છે.