બહુચરાજીઃ તીર્થધામ બહુચરાજીનો પણ અંબાજીની જેમ જ વિકાસ થાય એ માટે કેન્દ્ર સરકારની શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના અંતર્ગત બહુચરાજી યાત્રાધામ વિકાસ માટે રૂ. ૩૨.૧૦ કરોડની મહત્ત્વાકાંક્ષી યોજના તૈયાર કરાઈ છે. યાત્રાધામના વિકાસ માટે ડિટેઈલ પ્રોજેકટ તૈયાર કરી રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલી આપાયો છે. સરપંચ દેવાંગ પંડયાના જણાવ્યા મુજબ, પ્રવાસન સ્થળના વિકાસ અંતર્ગત બાંધલિયા તળાવને ગાયકવાડ મહારાજાએ બંધાવ્યું હતું, તે રીતે વિકાસ કરી બ્યુટીફીકેશન કરવાનું, મંદિર અને તેની આસપાસના વિસ્તારનો વિકાસ તેમજ બહુચરાજી મંદિરથી જ સીધા વલ્લભ ભટ્ટની વાવ અને શંખલપુર જવા-આવવા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાનું આયોજન છે.