બાયડ તાલુકા પંચાયત સામે ૧૧મી જુલાઈએ બપોરે ૨.૩૦ કલાકે રેડિયટ કેશ મેનેજમેન્ટ કંપનીના ફકીર મહંમદ હુશેનશા રૂ. ૩૭ લાખ બેંકમાં જમા કરાવવા જતા હતા ત્યારે મોં ઉપર રૂમાલ બાંધીને આવેલા યુવકે તેમની આંખમાં મરચું છાંટ્યું અને પૈસા ભરેલો થેલો ઝૂંટવીને લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરિયાદ બાયડ પોલીસ સ્ટેશનમાં થઈ છે.
• અરવલ્લીમાં રસ્તાઓનાં કામ માટે ૫૪.૭૯ કરોડ મંજૂરઃ અરવલ્લી જિલ્લાનાં ૬ તાલુકાઓના આશરે ૫૩ જેટલાં રસ્તાના સમારકામ માટે રાજ્ય સરકારે તાજેતરમાં રૂ. ૫૪.૭૯ કરોડ મંજૂર કર્યાં છે.