અમદાવાદઃ મહેસાણામાં જાનીવાડા વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ અમેરિકાથી આવ્યા પછી તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતાં તેમને અમદાવાદમાં કોરોન્ટાઈન રખાયાં હતાં, પરંતુ કોઈ રીતે બંને ભાઈ ૨૭મી માર્ચે કોરોન્ટાઈનમાંથી નાસીને મહેસાણા પહોંચી ગયા હતા અને પોતાના ઘરમાં જ પુરાઈ ગયાહતા. પાડોશીઓએ પોલીસને જાણ કરતાં પોલીસ તેમના ઘરે પહોંચી પણ બંને દરવાજો ખોલતાં નહોતાં. જેથી પોલીસે આખો મહોલ્લો ખાલી કરાવ્યો હતો.
દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી હતી અને બંનેને સમજાવીને પરત અમદાવાદ લઈ જવાયા હતા.